એકાઉન્ટ
તમારું Vevez એકાઉન્ટ કાઢી નાખો
તમે Vevez ઍપમાંનું તમારું એકાઉન્ટ ગમે ત્યારે કાઢી નાખી શકો છો: ઍપમાં થોડાં પગલાંમાં, અથવા જો તમે ઍપ ખોલી ન શકો તો ઈ-મેલ દ્વારા.
ઍપમાં કાઢી નાખો
- Vevez ઍપ ખોલો અને સાઇન ઇન કરો.
- “મારી પ્રોફાઈલ” પેજ પર “પ્રોફાઇલમાં ફેરફાર કરો” પર ટૅપ કરો.
- પેજના સૌથી નીચે આવેલી એકાઉન્ટ કાઢી નાખવાની સ્વિચ ચાલુ કરો.આ સ્વિચ “એકાઉન્ટ કાઢી નાખો” બટનને સક્રિય કરે છે, જેથી ભૂલથી કંઈ કાઢી ન નખાય. કાઢી નાખ્યા પછી તે પાછું લાવી શકાતું નથી.
- “એકાઉન્ટ કાઢી નાખો” પર ટૅપ કરો અને પુષ્ટિ કરો.
ઍપ વિના કાઢી નાખવાની વિનંતી
જો તમે ઍપ ખોલી ન શકો, તો તમારા એકાઉન્ટમાં નોંધાયેલા ઈ-મેલ સરનામા પરથી, અથવા તમારો ફોન નંબર જણાવીને, નીચેના સરનામે “એકાઉન્ટ કાઢી નાખવાની વિનંતી” વિષય સાથે ઈ-મેલ મોકલો.
તમારી ઓળખની ચકાસણી કર્યા પછી અમે વધુમાં વધુ 30 દિવસમાં તમારું એકાઉન્ટ કાઢી નાખીએ છીએ. એકાઉન્ટ કાઢ્યા વિના ફક્ત તમારો અમુક ડેટા કાઢી નાખવાની વિનંતી પણ તમે આ જ સરનામે કરી શકો છો.
કયો ડેટા કાઢી નાખવામાં આવે છે, અને કયો રાખવામાં આવે છે?
- એકાઉન્ટ અને પ્રોફાઇલની માહિતી
- તમારું નામ, ઈ-મેલ સરનામું, ફોન નંબર અને પ્રોફાઇલ ફોટો કાઢી નાખવામાં આવે છે, અથવા એ રીતે અનામી કરવામાં આવે છે કે તેનાથી હવે તમારી ઓળખ ન થાય.
- સમીક્ષાઓ અને રેટિંગ
- તમારા નામ વિના રહી શકે છે.
- ઑર્ડર, ચુકવણી અને ઇન્વૉઇસના રેકોર્ડ
- હિસાબી અને કર કાયદા જેટલો સમય માગે તેટલો સમય રાખવામાં આવે છે (દેશ પ્રમાણે વધુમાં વધુ 10 વર્ષ), પછી કાઢી નાખવામાં આવે છે.
- સંદેશા, નોંધો, રિઝર્વેશન
- સેવા અને સંભવિત વિવાદો માટે જરૂરી હોય ત્યાં સુધી રાખવામાં આવે છે, પછી કાઢી નાખવામાં આવે છે અથવા અનામી કરવામાં આવે છે.
- સિસ્ટમ અને સુરક્ષા લૉગ
- કાયદો વધુ સમય ન માગે તો વધુમાં વધુ 13 મહિના રાખવામાં આવે છે.
વિગતો ગોપનીયતા નીતિમાં છે.